Info Patan GoG retweeted
આપણે શહેરોની રેસ્ટોરન્ટ્સમાં ઘણીવાર એવોકાડો ટોસ્ટ વિશે સાંભળીએ છીએ. પરંતુ આ જ એવોકાડોના માધ્યમથી આપણા પ્રગતિશીલ ખેડૂતોએ કમાણીનો એક નવો માર્ગ શોધી લીધો છે. એટલે કે, આપણા દેશના એવોકાડોથી ટોસ્ટનો સ્વાદ પણ વધ્યો અને ખેડૂતોની આવક પણ વધી ગઈ છે.
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
#MotivationalMonday #MahitiMorning #MannKiBaat
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
નવમું નોરતું, આદ્યશક્તિ માઁ નવદુર્ગાનું નવમું સ્વરૂપ માઁ સિદ્ધિદાત્રી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના...
#navratri #Navratrispecial #Navratri2026
Info Patan GoG retweeted
'જે કહેવું તે કરવું' સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; બ્રિજની નબળી ગુણવત્તા સામે મુખ્યમંત્રીશ્રીનો કડક અભિગમ...
નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યા...
2020માં નિર્માણ થયેલા બ્રિજની ચકાસણીમાં એક પાયો નબળો જણાયા બાદ ક્વોલિટી કંટ્રોલની તપાસમાં બ્રિજના અન્ય ભાગોમાં પણ ક્ષતિ ધ્યાને આવતા મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યું કડક વલણ...
કરજણ નદી પરના બ્રિજમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદની ફોજદારી કાર્યવાહી...
મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર જાહેર બાંધકામોમાં ગુણવત્તા અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવા માગતી નથી...
Info Patan GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ધી કાલુપુર કોર્મશિયલ કો- ઓપરેટિવ બેંક દ્વારા 'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો, જેનું ભવ્ય આયોજન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે કરાયું...
રાજ્યપાલશ્રીએ બેંકના ચેરમેન અને તેમની ટીમના માનવતાવાદી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું કે, બેંકો સામાન્ય રીતે આર્થિક પ્રવૃત્તિઓ અને નાણાકીય લેણદેણ સુધી સીમિત રહેતી હોય છે, પરંતુ કાલુપુર બેંકે પોતાના દૈનિક કાર્યોની સાથે ઘર-ઘર જઈને લોકો પાસે રહેલી બિનઉપયોગી કે વધારાની વસ્તુઓ જેવા કે કપડાં, વાસણો અને બાળકોના રમકડાં એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું જે અદ્ભુત પુણ્યકાર્ય કર્યું છે, તે સમગ્ર સમાજ માટે એક અનુકરણીય પ્રેરણાસ્ત્રોત છે...
નાણાકીય સીમાઓથી ઉપર ઉઠીને કાલુપુર બેંકે માનવસેવાનું અદ્ભુત પુણ્યકાર્ય કર્યું છે; વિદ્યા, ધન અને બળનો સદઉપયોગ લોકકલ્યાણ માટે થવો જોઈએ : રાજ્યપાલશ્રી
Info Patan GoG retweeted
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રિ પર્વમાં આદ્ય શક્તિ માઁ અંબાજીના દર્શન અર્ચન કર્યા...
શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું...
ગુજરાત સતત વિકાસના નવા આયામો સર કરે, રાજ્યમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ કાયમ રહે તથા વિકાસની યાત્રાને માઁ આદ્યશક્તિના આશીર્વાદ સદાય મળતા રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી...
દર્શન-પૂજન બાદ મુખ્યમંત્રીશ્રીએ નવરાત્રિ પર્વ દરમિયાન દૂર-દૂરથી અંબાજી ધામ દર્શને આવતા માઈભક્તો માટે કરવામાં આવેલી સુવિધાઓ, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી જાણકારી મેળવી...
Info Patan GoG retweeted
સૌરઊર્જાથી મોઢેરામાં ગ્રીન મોબિલિટી તરફ નવી પહેલ...
સોલાર ચાર્જિંગ સ્ટેશન અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી મોઢેરા સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ અને આત્મનિર્ભર પરિવહન તરફ આગળ વધી રહ્યું છે...
#Modhera #SolarEnergy #GreenMobility #ViksitGujarat @infomahesanagog
Info Patan GoG retweeted
ગઈકાલની ક્વિઝનો સાચો જવાબ...
#GujaratiLiterature
Info Patan GoG retweeted
નવરાત્રિના આઠમા નોરતાના પાવન અવસરે એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતી રાષ્ટ્રીય એકતા દિવસની આઠ વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી ફરી જીવંત બની...
આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આશરે 25 હજાર લોકો સહભાગી બનશે; વર્ષ 2018થી 2025 સુધીની તસવીરોમાં રાષ્ટ્રીય એકતાની ઐતિહાસિક સફર...
Info Patan GoG retweeted
એકતા પરેડમાં જોડાવવા ઇચ્છુક નાગરિકો માટે વિશેષ વેબસાઇટ rashtriyaektadiwas.com શરૂ કરાઈ; સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પને સાકાર કરવાની આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં સહભાગી બનીએ...
@narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @InfoNarmadaGoG @souindia
Info Patan GoG retweeted
એકતા પ્રકાશ પર્વ-2026
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો; તા. 15 જાન્યુઆરી, 2027 સુધી ચાલનારો પ્રકાશોત્સવ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની રોશનીમય ઝાંખી પ્રસ્તુત કરશે...
સરદાર સાહેબના એકતાના મંત્રને સાકાર કરતું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અભિયાન એકતા પ્રકાશ પર્વથી વધુ વેગવંતુ બનશે: મુખ્યમંત્રીશ્રી
‘એકતા પ્રકાશ પર્વ-2026’ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ અને આધુનિક વિકાસને પ્રકાશની કલાત્મક રજૂઆત સાથે જોડતો અનોખો ઉત્સવ છે; ત્રણ મહિના સુધી ચાલનારો આ પ્રકાશોત્સવ એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં નવો ઉમેરો કરશે અને દેશ-વિદેશના પ્રવાસીઓને ભારતની વિવિધતા, કલા, સંસ્કૃતિ અને વિકાસની રોશનીમય ઝાંખીનો યાદગાર અનુભવ કરાવનારો બની રહેશે...
#EktaPrakashParv
Info Patan GoG retweeted
સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેત પથ્થરોથી બનાવવામાં આવેલી દાદા હરિરની વાવ પાંચ માળ ઉંડી છે. તે ઉપરથી નવકોણીય છે અને અંદરથી મોટી સંખ્યામાં સ્થંભોથી બનેલી છે. આ વાવનું બાંધકામ મહેલ જેવી કોતરણી ધરાવતું હોવાથી, તે દેખાવમાં મહેલ જેવું લાગે છે.
#SereneSunday #MahitiMorning #BaiHarirVav
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
આઠમું નોરતું, માઁ નવદુર્ગાનાં આઠમાં સ્વરૂપ માઁ મહાગૌરીની પૂજા અને આરાધનાનો દિવસ...
માઁ મહાગૌરી સર્વે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે એ જ પ્રાર્થના...
#navratri #Navratrispecial #Navratri2026
Info Patan GoG retweeted
રાજ્યની વીજ પરિસ્થિતિની ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં વિસ્તૃત સમીક્ષા...
➡️ આ બેઠકમાં રાજ્યમાં વીજ માંગ વધવાના મુખ્ય કારણો, તાત્કાલિક નિવારણ માટે લેવાયેલાં પગલાં અને આગામી સમયની માંગને પહોંચી વળવા માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
➡️ 29,822 મેગાવોટની વીજ માંગની પૂર્તતા કરવામાં આવી; વધેલી વીજ માંગને પહોંચી વળવા આયોજનબદ્ધ કામગીરી ચાલુ
➡️ લાંબાગાળાના વીજ પુરવઠા અને ગ્રીડ સ્થિરતા માટે બેટરી સ્ટોરેજ (BESS) તથા ન્યુક્લિયર પ્લાન્ટ સહિતનું સુદૃઢ આયોજન
➡️ નાગરિકોને અપીલ: અફવાઓથી દૂર રહેવું, રાજ્ય પાસે વીજ માંગને પહોંચી વળવા માટે પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે
Info Patan GoG retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા...
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ એકતાનગરની મુલાકાત લીધી; ‘એકતા પ્રકાશ પર્વ-2026’ના શુભારંભે મુખ્યમંત્રીશ્રીએ એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરીને તૈયારીઓ અંગેનું માર્ગદર્શન આપ્યું...
Info Patan GoG retweeted
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માછીમારોને મધદરિયે પણ તાત્કાલિક સારવાર; ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત બે બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોના લોકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળે છે...
મધદરિયે મુશ્કેલીમાં માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 777 તબીબી કટોકટી કેસો સફળતાપૂર્વક એટેન્ડ કર્યા...
બોટ એમ્બ્યુલન્સ દ્વારા સંબંધિત વિસ્તારોમાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં જરૂરી તબીબી સારવાર અને દર્દીઓને સુરક્ષિત રીતે આરોગ્ય સુવિધા સુધી પહોંચાડવાની જીવનરક્ષક સેવા પૂરી પાડવામાં આવી છે : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા
@prafulpbjp @HealthDeptGuj
Info Patan GoG retweeted
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુમાં વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ...
આ બેઠકમાં શિક્ષકોની તાલીમ, વિવિધ ઓનલાઈન પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી વિવિધ કામગીરી અંગે શિક્ષણ મંત્રીશ્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરાઈ; શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવા સૂચના...
આપણી મુખ્ય પ્રાથમિકતા એ છે કે, શિક્ષકોને બિન-જરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ મળે, જેથી તેઓ પોતાનો મહત્તમ સમય બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક કાર્યમાં ફાળવી શકે : શિક્ષણ મંત્રીશ્રી
Info Patan GoG retweeted
કચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ 'ઘુડખર અભયારણ્ય' પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું...
➡️ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડાના બજાણા જેવા વિસ્તારોને વિશિષ્ટ ઓળખ આપતું ઘુડખર અભયારણ્ય; ઘુડખરની ચપળ દોડ અને વિષમ હવામાનમાં અનુકૂલન સાધવાની ક્ષમતા અન્ય વન્યજીવોથી અલગ પાડે છે...
➡️ તા. 14 જૂન સુધી પ્રવાસીઓ માણી શકશે રણની સફર કે જ્યાં ઘુડખર, યાયાવર પક્ષીઓ તેમજ અનોખી જૈવવિવિધતા બનશે મુખ્ય આકર્ષણ; વન વિભાગના સફળ પ્રયાસોથી દુર્લભ ઘુડખરની સંખ્યા વધીને 7,672 થઈ...
➡️ ઘુડખર ઉપરાંત આ અભયારણ્યમાં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે; ગત વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ આ અભયારણ્યની મુલાકાત લીધી કે જેમાં 1,000થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો સમાવેશ...
#LittleRannOfKutch #Wildlifesanctuary #Surendranagar
Info Patan GoG retweeted
નડાબેટ: રાષ્ટ્રગૌરવ સાથે આત્મનિર્ભરતાની નવી ઓળખ...
‘સીમા દર્શન’ પ્રોજેક્ટ થકી બનાસકાંઠાનું નડાબેટ આજે દેશભક્તિ અને પ્રવાસનનું આગવું કેન્દ્ર બન્યું; પ્રવાસનના વિકાસથી સ્થાનિક વેપારને મળ્યો વેગ તેમજ રોજગારીની નવી તકોનું થયું સર્જન...
#Nadabet #BorderTourism #SeemaDarshan #ViksitGujarat @infobanaskantha @CollectorBK





































