
Official handle of Collector and District Magistrate Banaskantha E-Mail:- [email protected]
Gujarat, India
Joined June 2017
- Tweets4.1K
- Following88
- Followers42.2K
- Likes2.1K
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સતત વિકાસ,સુખ,શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરતું રહે તેવી માઁ જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @InfoGujarat
પ્રાંત કચેરી, દાંતા ખાતે માન. મંત્રીશ્રી @irushikeshpatel ની અધ્યક્ષતામાં જનસુનાવણી યોજાઈ. જેમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ અપાઈ. @CMOGuj @InfoGujarat
પ્રાંત કચેરી, દાંતા ખાતે માન. મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ. જેમાં પ્રજાલક્ષી કામોમાં કોઈ અવરોધ ન રહે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શકતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવા જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj
યાત્રાધામ અંબાજી ખાતે માન. મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા અંબાજી શક્તિ કોરિડોર, બાયપાસ રોડ અને અંબાજી-તારંગા રેલવે લાઇન જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિની રૂબરૂ સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને આવશ્યક સુચનો કરવામાં આવ્યા. @CMOGuj @InfoGujarat
આજથી શરૂ થયેલ નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે નીજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપના પૂજન કર્યું. નવરાત્રી દરમિયાન ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા વ્યવસ્થા તથા સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. @CMOGuj @InfoGujarat
ભારત સરકારનાં કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા GIના રજિસ્ટ્રાર અને કલેક્ટર શ્રી મિહિર પટેલની ઉપસ્થિતિમાં મોહનથાળ પ્રસાદના GI ટેગનું સત્તાવાર પ્રમાણપત્ર 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ'ને અર્પણ કરવામાં આવ્યું હતું. @CMOGuj @InfoGujarat
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને “મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના” અનુસંધાને વર્ષ 2026-27 ના આયોજન બાબતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી તથા અગાઉ મંજૂર થયેલ કામો ની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @InfoGujarat
સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમ (Special Drive) અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને અચૂકપણે પોતાના મતદાન મથક પર જઈ આ ઝુંબેશનો લાભ લેવા જણાવવામાં આવે છે. @ECISVEEP @CEOGujarat
આજરોજ પાલનપુર ખાતે “વિકસિત ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હાજર સૌ નાગરિકોએ માન. વડાપ્રધાનશ્રીનું વર્ચુઅલ સંબોધન નિહાળ્યુ હતુ. @CMOGuj @InfoGujarat
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને “સેવા જ્યોતિ યાત્રા” કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી સબંધિત તમામને આવશ્યક સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @InfoGujarat
સફાઈ કામદારોના આશ્રિત બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની યોજના હેઠળ બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવવા બદલ કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે બનાસકાંઠાના દાંતાના રાહુલ અને દીપેશ મકવાણાને ઇનામી સહાય અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા. @CMOGuj @InfoGujarat
કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સેવા જ્યોત કાર્યક્રમ ના સુચારુ આયોજન અન્વયે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. #SevaSankalp @CMOGuj @InfoGujarat
કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત પાલનપુર ખાતે દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનાર માજી સૈનિકોનો વિશેષ સન્માન સમારોહ યોજાયો. #SevaSankalp @CMOGuj @InfoGujarat
દિવ્યાંગજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી અંબાજી ખાતે ‘દિવ્યાંગ સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.જિલ્લામાં અત્યાર સુધીમાં 690 દિવ્યાંગજનોને સેવાસેતુ અંતર્ગત દિવ્યાંગતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે. @CMOGuj @InfoGujarat
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વડનગર થી વારાણસી સુધીની યાત્રા સમારોહના આયોજન સંદર્ભે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @InfoGujarat
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા અમીરગઢ તાલુકાના સોનવાડી તથા જૂની સરોત્રી ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ કરી તલાટીશ્રીના દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી તકેદારી સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ, જેમાં વિવિધ પડતર કેસ બાબતે સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat
માન. અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ) @JayantiRavi દ્વારા આજરોજ જિલ્લાની મુલાકાત લઈ, કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી મહેસૂલી મુદ્દાઓ પરત્વે સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. @CMOGuj @InfoGujarat
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ના અંતિમ દિવસે રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના દર્શન કરી વિધિવત ધ્વજારોહણ કર્યું હતું અને સમગ્ર રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. @InfoGujarat @CMOGuj








































































