NATIONAL CIVIL SERVICES DAY
Greetings to all civil servants.
Committed to the service of our nation.
ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) નો ભાગ બનવા બદલ ગર્વ અનુભવું છું.
સિવિલ સર્વિસ સિસ્ટમ એ દેશના વહીવટી તંત્રની કરોડરજ્જુ છે.
#CivilServicesDay2022
ફાધર ! તમારા પિતૃઋણમાંથી મુક્ત થવું અસંભવ છે
મારામાં તમારી મહેનતનો રંગ છલકે છે
મારો પ્રેમ એક્શન & ભાવમાં હંમેશા આપને પહોંચ્યો હશે
માત્ર સ્વરૂપ બદલાયું છે, માધ્યમ બદલાયું છે
સતત તમારી ઊર્ધ્વગતિની કામના
અનંતની યાત્રા સદા મંગલમયી રહે
આપણે ફરી મળીશું એક નવા રંગ રૂપમાં
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે
~ નરસિંહ મહેતા
( દામોદર કુંડ, જુનાગઢ )
બીજો એક મહેલ
અચાનક જ ધરાશાયી થઈ ગયો
પિતાફાધર..
હસતો ચાલતો માણસ
અચાનક મૂંગો થઈ ગયો
હૃદય અચાનક અટકી ગયું
ચૈતન્ય
ચૈતન્યમાં વિલીન થઈ ગયું
શિવનો શ્રાવણ
માનો મંગળવાર
શિવ અને શક્તિનું મિલન
હે ! પ્રભુ
તારા શરણે લેજે
તારું મંગળ દ્વાર ખોલજે
તેમની ઊર્ધ્વ યાત્રા મંગળ રહે !
~ વિવેક
जिसे खोने के डर से,
हमने प्राण-सा संभाले रखा हे
वो एक मोड़ पर
हाथ से यूँ ही सरक जाएगा…
और हमे खबर भी न लगेगी !
~ विवेक
#life #lostandfound #journey #poetry #truth
लिखना मेरे लिए ठीक वैसा ही है…
जैसे,
घने बादलों से सावन की बूंदें चुपकेसे गिरती हैं
नम आँखों की कोरों से खामोश आँसू बहते हैं
सुनहरे बागों में फूल खुद-ब-खुद खिल उठते हैं
ईश्वर की छाँव में हृदय के तार गुनगुनाते हैं
तपती हुई धरा पर जब पहली फुहार पड़ती है
अंधेरी रातों में चाँदनी बस चुपके से उतरती है
शांत समंदरके सीने में कोई लहर मचल उठती है
भोर की पहली किरण से ओस की बूंद चमकती है
~ विवेक टांक
#write #flowers #rain #moon #sea
प्रतीक्षा करना यानी,
बिना आवाज़ के,
हर आहट में
उसकी दस्तक महसूस करना
~ विवेक
#wait #pratiksha #life #poetry #feelings
એકાંતમાં પણ એક નીરવ સુંદરતા વસે છે.
જ્યાં એકલતા હળવેથી, સાથીદાર બની જાય છે.
મૌનથી કદી ભય ન રાખો,
કારણ કે તેની અતિગહન ઊંડાઈમાં,
સ્પષ્ટ શબ્દો કૂંપળ બનીને ખીલવા લાગે છે
એ પવનની સરસરાહટ નથી,
એ તો અંતરના આકાશમાં પ્રિયતમની નિઃશબ્દ વાણી છે
અને પગલે પગલે હું 'મારી' જાત સુધી પહોંચી જાઉં છું.
એટલે એકાંત, એકલતા અને મૌન એ 'સ્વ'ની મિલનસ્થળી છે.
~ વિવેક
#bliss #solitude #companion #life #maun #mystery #books
* દોસ્ત ક્લબ *
હું અને પ્રજ્ઞા પતિ-પત્ની કરતા દોસ્ત વધુ હતા. પણ એ દોસ્તીની મંડળીમાં પછી બે નાનકડા દિલો જોડાયા — આદિ અને વિશ્વા. સબંધે એ પ્રજ્ઞાના ભત્રીજા-ભત્રીજી થાય.
અમારા લગ્ન થયેલ ત્યારે આદિ ૬ વર્ષનો હતો. આદિએ મને ક્યારેય “ફુવા” નથી કહ્યું…પ્રજ્ઞા મને દોસ્ત કહેતી એટલે તે પણ શરૂઆતથી જ મને દોસ્ત જ કહેતો. ઉંમરના કોઈ ભેદ વગર જોડાયેલું એ નિખાલસ બંધન…
અને પછી કોરોનાકાળમાં જન્મેલી વિશ્વા —જન્મથી જ અમારી દોસ્ત મંડળીની સૌથી નાની મેમ્બર બની ગઈ.
અમારી વચ્ચે ક્યારેય ઉંમર નથી આવી…એના માટે હું એના જેટલો જ,
એટલે મારા માટે તેને સહજ રીતે દોસ્ત જ શબ્દ નીકળે...
કેટલાક સંબંધોનું કોઈ નામ નથી હોતું…કોઈ વ્યાખ્યા નથી હોતી. બસ, એ હોય છે, અનુભવાય છે… 🤍
~ વિવેક
#dost #love #bliss #vishwa #life
આ વખતે નવમી તિથિ બે દિવસોમાં પડે છે. એટલે ઘણા લોકો રામનવમી 26 કે 27 માર્ચ? એ બાબતે કન્ફ્યુઝ છે. ચાલો તેને સરળ રીતે સમજીએ
શ્રી રામનવમી = 26 માર્ચ 2026
શ્રી રામ જન્મ મુહૂર્ત ≈ બપોરે 12:27 વાગ્યે (મધ્યાહ્ન કાળ)
* કન્ફ્યુઝન શા માટે થાય છે?
નવમી તિથિ શરૂ: 26 માર્ચ, સવારે 11:48 પછી
નવમી તિથિ પૂર્ણ: 27 માર્ચ, સવારે 10:06 સુધી
એટલે નવમી તિથિ બંને દિવસ આવે છે — એટલે ગૂંચવણ થાય છે.
* મહત્વનો સાચો નિયમ ~
રામનવમી માટે “મધ્યાહ્ન વ્યાપિની નવમી” લેવાય છે
(કારણ કે ભગવાન શ્રી રામનો જન્મ બપોરે થયો હતો)
✔ 26 માર્ચે મધ્યાહ્ન સમયે નવમી તિથિ છે
❌ 27 માર્ચે મધ્યાહ્ન પહેલા જ નવમી પૂરી થઈ જાય છે
👉 એટલે મુખ્ય રામનવમી 26 માર્ચે મનાવવી
⏰ શ્રી રામ જન્મનો ચોક્કસ મુહૂર્ત
મધ્યાહ્ન મુહૂર્ત: સવારે 11:13 થી બપોરે 1:41
જન્મનો મુખ્ય સમય: લગભગ 12:27 વાગ્યે
રામ જન્મોત્સવ આ સમય સૌથી પવિત્ર માનવામાં આવે છે
# તો 27 માર્ચે શા માટે મનાવે છે?
કેટલીક પરંપરાઓ (ખાસ કરીને વૈષ્ણવ/ISKCON)
સૂર્યોદય પ્રમાણે (ઉદય તિથિ) માનતી હોય છે
✔ 27 માર્ચે સૂર્યોદય સમયે નવમી છે
એટલે તેઓ એ દિવસે ઉજવે છે
શ્રી રામના જન્મ સમય મુજબ ઉજવવું હોય
તો 26 માર્ચ, મધ્યાહ્ને પૂજા કરો
જો તમે વૈષ્ણવ પરંપરા અનુસરો છો
તો 27 માર્ચે પણ ઉજવી શકો
🪔 So Simply,
મુખ્ય પૂજા કરો: 26 માર્ચ (11:15 થી 1:45 વચ્ચે)
ખાસ કરીને 12:27 વાગ્યે → રામ જન્મ આરતી / અભિષેક
Its for Kind info ( Information Source - Internet )
#ramnavami #जय_श्री_राम #ramjanm #divine
આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!
હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!
આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!
જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!
શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
~ રાજેન્દ્ર શુક્લ
#morning #literature #life #divine #love
**પ્રથમ દિવસે - ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા**
સામાન્ય રીતે નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ ભૌગોલિક રચનાને કારણે તિલકવાડાથી રામપુરા વચ્ચેના આશરે ૧૮ કિમી વિસ્તારમાં નર્મદાજી દક્ષિણથી ઉત્તર દિશા તરફ વહે છે. નદીના આ ઉત્તર તરફના પ્રવાહને કારણે તેને 'ઉત્તર વાહિની' કહેવામાં આવે છે.
( પરિક્રમા અંગે વિગતવાર માહિતી હવે પછી જણાવીશ )
#narmada #parikrama #life #spirituality #reva #river #live
આજે અમારા લગ્નના ૮ વર્ષ પૂર્ણ થયા.
સદેહે આજે "પ્રજ્ઞા" નથી
૮ વર્ષ પહેલાનો સમય યાદ આવે છે.
પ્રેમ,અહોભાવ અને કૃપાના વરસાદમાં હું મારી જાતને ધન્ય માનતો.
પ્રજ્ઞાની હિંમત પર આજે પણ અતિશય ગર્વ થાય છે.
અમારા લવ મેરેજ હતા.
ETV માં જર્નાલિસ્ટથી કારકિર્દી શરૂ કરીને અનેક ચેનલ સાથે તે જોડાયેલી.
હું હિમાલયની યાત્રા કરીને આવ્યો હતો,
અને એ પછી અમારી મુલાકાત થઈ.
પહેલી જ મુલાકાતમાં મેં યોગીઓ &યાત્રાના અનુભવ શેર કર્યા.
ત્યારે હું કશું જ નહોતો
ના પદ, ના પ્રતિષ્ઠા
પણ તેણે કોઈ પણ શરત વગર મારો સ્વીકાર કરેલ.
જ્યારે લગ્નની વાત આવી
તેણે ઘેર નિર્ભયતાથી કહી દીધું —
"હું લગ્ન તો વિવેક સાથે જ કરીશ"
અને તે જ તેના મમ્મી-પપ્પાને મળવવા મને પોતાના ઘરે લઈ ગઈ.
મેં તેઓ સામે તેના જ ઘરે લગ્નનો પ્રસ્તાવ મૂકેલ.ને કહેલ કે " સામાજિક રીતરિવાજ મુજબ પણ મને એક પણ વસ્તુ કે પૈસા/ધન ના આપવા એ મારી પ્રથમ શરત છે" આ સાંભળીને તેઓ અવાક થઈ ગયેલ અને કહે કે "દીકરીને અમારે કઈક તો રિવાજ મુજબ આપવું પડે ને!"
પણ પછી થોડા સંકોચ બાદ તેઓ રાજી થયા
📍 ૧૮-૦૩-૨૦૧૮
ગિરનારની ગોદમાં, પૂ.ભાઈ (નાથાલાલ જોશી )ના જન્મસ્થળ ની સામે આર્યસમાજ જુનાગઢ ખાતે અમારા લગ્ન થયા.
એ વખતે મારુ ડેપ્યુટી કલેક્ટર તરીકેનું રિઝલ્ટ આવી ગયેલ આને મારુ પ્રથમ પોસ્ટિંગ પોરબંદર. એ છોકરી પોતાનું બધું છોડીને મારી સાથે પોરબંદર આવવા નીકળી પડી અને મારી આધ્યાત્મિક યાત્રામાં એક સહ-પ્રવાસી બની ગઈ.તે હંમેશા મને "દોસ્ત" જ કહેતી.
આજે પાછું જોઉં છું ત્યારે સમજાય છે —
જે હું પુસ્તકો, શાસ્ત્રો અને લોકોમાંથી શીખ્યો,
તે બધું તો તેમાં પહેલેથી જ જીવતું હતું.
૨૦૨૨માં તેને કોલોન કેન્સર ડિટેક્ટ થયું…
જ્યારે મેં તેને કહ્યું —
“તને કેન્સર છે…”
તેના ચહેરા પર એક રેખા પણ ન બદલાઈ.
કેન્સરની અસહ્ય પીડામાં પણ…
તે કહેતી — “મને મૃત્યુનો જરાય ડર નથી.”
ડોક્ટરો સમય મર્યાદા બતાવતા રહ્યા…હવે માત્ર ૩ તરહી ૬ મહિના...
પણ એ દૃઢ મનોબળથી ૨ વર્ષ જીવી,
છેલ્લા શ્વાસ સુધી એ જ હિંમત, એ જ ખુમારી…
"પ્રજ્ઞા" —
નામ જ તેના સ્વરૂપનું પ્રતિબિંબ હતું.
મને તો લાગે છે…
કોઈ ઋષિ પરંપરાની જ્ઞાની આત્મા હતી.
મને હંમેશા તેના પર ગર્વ રહેશે.
આજે સમજાય છે —
અમારું ૬ વર્ષનું સહજીવન…
૬૦ વર્ષ જેટલું સમૃદ્ધ હતું.
ઋણાનુબંધ પૂર્ણ કરીને,
મને માર્ગ બતાવી,
તે આગળની અનંત યાત્રામાં નીકળી ગઈ…
હે સાથી,
તને મેરેજ એનિવર્સરીની શુભકામના…
તું જ્યાં હશે, ખુશ જ હશે. ખૂબ વ્હાલ, ખૂબ પ્રેમ,
અપણે ફરી મળીશું —
નવા રંગ-રૂપમાં…
આ જ અનંત યાત્રામાં…
~ વિવેક
(૧૮-૦૩-૨૦૨૬, બુધવાર)





























