M.B GOHIL retweeted
વિદ્યાસભા કેમ્પસ, અમરેલી ખાતે ''સેવા સંકલ્પ અભિયાન'' અંતર્ગત વિકસિત ભારત-૨૦૪૭ થીમ આઘારીત જિલ્લા કક્ષાની રંગોળી તથા કોલાઝ આર્ટ સ્પર્ઘાનુ આયોજન કરવામાં આવ્યું
M.B GOHIL retweeted
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાના આંકડીયા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
M.B GOHIL retweeted
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 'અખંડ ભારત, સ્વચ્છ ભારત' સ્વપ્ન સાકાર તરફની દિશા સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે સ્વછતાના સાદગી સંદેશ સાથે મહેસૂલી કર્મચારીઓ દ્વારા શ્રમદાન. ' સ્વચ્છ કચેરી', 'સ્વછતા હી સેવા',
#સેવા_સંકલ્પ_અભિયાન #ગાંધી_જયંતી
M.B GOHIL retweeted
શિક્ષણ અધૂરું રહી ગયું હોય તો હવે ફરી તક!
🎓ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GSOS - SSC & HSC પરીક્ષા નવેમ્બર 2026 નું આયોજન કરાયું છે.
રજીસ્ટ્રેશન: 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર 2026
નજીકની શાળાનો સંપર્ક કરી ફોર્મ ભરો.
#gseb #gsos #éducation #Gujsamagrashiksha
M.B GOHIL retweeted
ધોરણ 10 અને 12 પાસ કરવાની ફરી તક!
📚ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) માં પ્રવેશ શરૂ થયા છે. જે વિદ્યાર્થીઓ કે નાગરિકો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા હોય તેમના માટે સુવર્ણ તક.
🗓️ અરજીની છેલ્લી તારીખ: 6 ઓક્ટોબર 2026
📝 પરીક્ષા: 30 નવેમ્બર 2026થી શરૂ T-0667
#GSOS #GSEB #Education #Gujarat
M.B GOHIL retweeted
કુંકાવાવના બી.આર.સી. ભવન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, પ્રતિભા અને આત્મવિશ્વાસને નિહાળવાનો અવસર મળ્યો.
M.B GOHIL retweeted
આજના 'શિક્ષક દિન' નિમિત્તે નવી દિલ્હી ખાતે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)ના પ્રોફેસર શ્રી જયરાજસિંહ સરવૈયાને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026’થી સન્માનિત કરવામાં આવ્યા.
વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધનને વાસ્તવિક જીવનના ઉપયોગ અને સમાજના વ્યાપક હિત સાથે જોડીને સમર્પણ અને શ્રેષ્ઠતા થકી તેમણે મેળવેલ આ ગૌરવરૂપ સિદ્ધિ અનેક શિક્ષકો, સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
#TeachersDay
#NationalTeachersAwards
M.B GOHIL retweeted
રક્ષાબંધન પર્વે ગૌરવની ક્ષણ!
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), ભાવનગરની દીકરીઓએ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી @Droupati_Murmu હાથબનાવટની રાખડી બાંધી સ્નેહ, સન્માન અને સુરક્ષાની ભાવના વ્યક્ત કરી.
આ યાદગાર અવસર દીકરીઓ માટે પ્રેરણાદાયી અનુભવ બન્યો
#રક્ષાબંધન #KGBV #Bhavnagar
M.B GOHIL retweeted
जयतु संस्कृतम्, जयतु भारतम्
આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના વિઝન સાથે, આપણી દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવાનો આ એક સુંદર અવસર છે.
આ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે સંસ્કૃત ગૌરવ યાત્રા, સામૂહિક સુભાષિત-શ્લોક-ગીતા પઠન, સંસ્કૃત સંભાષણ તથા સાહિત્ય દિન, વક્તૃત્વ, નિબંધ અને વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ જેવા પ્રેરણાદાયી આયોજનો થવાના છે.
સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ જ્ઞાનપરંપરા, સંસ્કાર અને જીવનમૂલ્યોનો અખૂટ ભંડાર છે... એ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાને જોડતો એક જીવંત સેતુ છે.
આવો, આપણે સૌ આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાઈએ, સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારીએ અને આપણી ભવ્ય સાંસ્કૃતિક ધરોહરને નવી પેઢી સુધી પહોંચાડવાના આ મહાઅભિયાનમાં સહભાગી બનીએ.
#SanskritInGujarat
M.B GOHIL retweeted
Here are glimpses from the vibrant #IndependenceDay celebrations in Amreli.
The inspiring cultural programme and performance of police filled everyone with a renewed spirit of patriotism.
M.B GOHIL retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની આપણા અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી થઈ, ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદના કરાવી હતી.
M.B GOHIL retweeted
અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં દેશભક્તિના અનોખા રંગો અને કાઠિયાવાડ-સૌરાષ્ટ્રની ખમીરવંતી સંસ્કૃતિનો ભવ્ય નજારો જોવા મળ્યો.
યોગ નિદર્શન, મહિલા રાઈફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો અને અશ્વ શોનું રોમાંચક પ્રદર્શન, મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિએ સૌને રાજ્ય તથા દેશ પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવનાથી ભરી દીધા.
#IndiaIndependenceDay
M.B GOHIL retweeted
વર્ષ ૨૦૩૫માં ગુજરાત રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આવો સૌ સાથે મળીને એક ભવ્ય અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ.
સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક, અદ્યતન ટેકનોલોજી, શ્રેષ્ઠ સંસ્કાર અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કટિબદ્ધ છીએ.
#IndiaIndependenceDay
M.B GOHIL retweeted
અમરેલી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની યાદગાર ક્ષણો..
#IndiaIndependenceDay
M.B GOHIL retweeted
જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક, 2026ને સંસદ દ્વારા મંજૂરી મળવી એ દેશના લાખો-કરોડો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવતો ઐતિહાસિક નિર્ણય છે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૃઢ નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય પરીક્ષા પ્રણાલીમાં(1/2)
M.B GOHIL retweeted
તા.૨૭/૦૬/૨૬ના રોજ અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્રારા અમરેલી સુરક્ષા કવચ(ASK) એપ્લીકેશન અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવનાર છે.
જેમાં તમામ ખેડુતો તથા મજૂરોની એન્ટ્રી કરવાની હોવાથી તમામે અવશ્ય હાજર રહેવા વિનંતી છે.
@GujaratPolice @IGP_BHR_RANGE @sanghaviharsh @dgpgujarat
M.B GOHIL retweeted
શિક્ષણ મંત્રીશ્રીની ગાડી બની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની સવારી..!
'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બોડીદર અને ચીખલી ગામની શિક્ષણમાંથી ડ્રોપ-આઉટ લીધેલ દીકરીઓને તેમના નિવાસસ્થાને જઈ, અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી, પોતાની જ કારમાં બેસાડીને શાળામાં પુન:પ્રવેશ માટે લાવવાનો રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાનો માનવીય અને સંવેદનાસભર અભિગમ સાચા અર્થમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' મંત્રને સાર્થક કરે છે.
પદ અને પ્રોટોકોલ બાજુમાં રાખી જ્યારે શિક્ષણ મંત્રીશ્રી પોતે દીકરીઓને ગાડીમાં બેસાડી શાળાએ મૂકવા જાય, એને જ તો ‘કન્યા કેળવણી રથયાત્રા’ કહેવાય.
#ShalaPraveshostav2026
M.B GOHIL retweeted
26 જૂન | આંતરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ
એક પળની મજા = જિંદગી બરબાદ ❌
ચાલો, ડ્રગ્સ મુક્ત સમાજ માટે સંકલ્પ કરીએ.
*CHOOSE LIFE, NOT DRUGS*
મદદ માટે ડાયલ કરો: 1933 MANAS હેલ્પલાઈન
#SayNoToDrugs
#DrugFreeAmreli
@GujaratPolice @IGP_BHR_RANGE @sanghaviharsh @dgpgujarat












































